પ્રજનનશક્તિનું મૂલ્યાંકન

તમારી સંતાનપ્રાપ્તિ માટેની કેડીને કંડારો. સચોટ નિદાન ઝડપી સફળતા તરફ દોરી જાય છે. સર્વગ્રાહી પ્રજનન નિદાનસેવાઓની સાથે ગર્ભવતી થવાની સંભાવનાઓ સુધારો.

મૂળભૂત તપાસ

અમે, બાવીશી ફર્ટિલિટી ઇન્સ્ટિટ્યૂટમાં ફક્ત પ્રથમ મુલાકાતમાં અથવા તો એક માસીકચક્ર માં, પ્રાથમિક નિદાન સુધી પહોંચવા માટેના આવશ્યક પરીક્ષણ કરવામાં આવે છે. આ પરીક્ષણમાં પુરૂષ સાથીના વીર્યનું પરિક્ષણ, ગર્ભાશય, સ્ત્રીબીજ ની સંખ્યા , અલ્ટ્રાસાઉન્ડ અને ઓવ્યૂલેશન ટ્રેકિંગ, મૂળ હાર્મોન્સ અને લોહીની તપાસ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે.

વીર્યનું વિશ્લેષણ

ઐતિહાસિક તથ્યોથી અલગ, વ્યંધત્વએ ફક્ત મહિલાઓની સમસ્યા નથી હોતી, પરંતુ લગભગ અડધા ઉપરાંત કિસ્સામાં પુરૂષો પણ તેના માટે જવાબદાર હોય છે. શુક્રાણુઓની સંખ્યા (જથ્થો), તેની ગતિ (ગતિશીલતા) અને તેની સંરચના(આકાર)ની પર્યાપ્તતા માટે વીર્યની તપાસ કરવામાં આવે છે. વીર્યની માત્રા, શુક્રાણુઓની જીવન-શક્તિ અને જૈવિક રસાયણિક પરીક્ષણ જેવા અન્ય માપદંડોને પણ ધ્યાનમાં રાખી વીર્યનું વિશ્લેષણ કરવામાં આવે છે. શુક્રાણ-આકૃતિ વિજ્ઞાનને હંમેશા નજરઅંદાજ કરવામાં આવે છે. શુક્રાણુની સામાન્ય ઓળખ કરવા માટે કઠોર માપદંડોનું પાલન કરવામાં આવે છે. અમારી ગર્ભવિજ્ઞાન વિશેષજ્ઞોની ટીમ સંપૂર્ણ બારીકાઇથી નમૂનાની કોઇપણ અસામાન્યતાની સાવધાનીપૂર્વક તપાસ કરે છે. જાતિય સંબંધોમાં ભલે કોઇ સમસ્યા ન હોય, અથવા પુરૂષ સાથીએ અગાઉ એક સંતાનને જન્મ આપ્યો હોય, તો પણ પુરૂષ વીર્યનું વિશ્લેષણ જરૂરી છે.

હોર્મોન્સ પરિક્ષણ

સ્ત્રી હોય કે પુરૂષ, તમારી પ્રજોત્પતિની ક્ષમતા કે અસમર્થતામાં હોર્મોન્સ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. કેટલાક હાર્મોન્સની અસંતુલનતા વ્યંધત્વમાં મહત્વનો ભાગ ભજવે છે. હાર્મોન્સ પરીક્ષણ થી એવી સમસ્યાઓની પણ જાણકારી મળે છે કે જેનો ઇલાજ કરવો જરૂરી બને છે. હાર્મોન્સ મૂલ્યાંકનમાં ગર્ભાશય, પિટ્યૂટરી ગ્રંથિ, થાઇરોઇડ, અધિવૃક્ક ગ્રંથિ (adrenals), વૃષણ (testis) અને અન્ય હાર્મોન્સનું અવલોકન કરવું તેમાં સામેલ છે. તમારી મેડિકલ બાબતોને ધ્યાનમાં રાખીને અમે હોર્મોન્સની તપાસને સુસંગત રાખીએ છીએ.

સ્ત્રીબીજની ક્ષમતાની તપાસ

પ્રાથમિક તપાસમાં સ્ત્રીબીજધાનની ક્ષમતા અંગે ચકાસણી આવશઅયક છે. સ્ત્રીની સ્ત્રીબીજ બનવાની ક્ષમતા (ઓવેરિયરન રિઝર્વ), જન્મ પહેલાંથી જ (સ્ત્રીના), સતત ઘટતી જાય છે. જેમ જેમ સ્ત્રીની ઉંમર વધે, તેમ સ્ત્રીબીજની સંખ્યા ઘટતી જાય છે. જ્યારે મોટાભાગના સ્ત્રીબીજ વપરાય જાય છે ત્યારે મેનોપઝ (રજોનિવૃત્તિ) આવી જાય છે.

વ્યંધત્વની સારવારના અસરકારક ઓયોજન માટે, સ્ત્રીબીજધાનીની ક્ષમતાના મૂલ્યાંકન ખૂબ જ જરૂરી છે. તે મહિલાના હાલના સ્ત્રીબીજની સંખ્યાની ગણતરી કરે છે. ગર્ભાશયની ગ્રંથિઓના સંભવિત આયુષ્યનું મૂલ્યાંકન કરતી વખતે એન્ટિ મુલેરિયન હાર્મોન્સ (એએમએચ AMH), લોહીની તપાસ અને એન્ટ્રલ ફોલિકલ કાઉન્ટ (એએફસી AFC) સૌથી મહત્વપૂર્ણ માપદંડ છે. એએફસી ટ્રાન્સવેજીનલ અલ્ટ્રા સાઉન્ડ દ્વારા જોવા મળતા ફોલિકલ્સ અથવા સ્ત્રીબીજની સંખ્યા છે.

જો તમારી સ્ત્રીબીજધાનીની ક્ષમતા ઓછી હોય, તો આઇવીએફ જેવા ઝડપી સારવારના વિકલ્પો ઉપર વિચારવું જોઇએ. જો તમારી સ્ત્રીબીજધાનીની ક્ષમતા ઓછી છે, તો અમારી ઓવરિન રેજુવેનશન જેવા શ્રેષ્ઠ ઉપચારો તમને સ્વયંના સ્ત્રીબીજની સાથે ગર્ભધારણ કરવા માટેનો એક ઉત્તમ અવસર પ્રદાન કરવામાં સહયોગ આપે છે.

થ્રી-ડી અલ્ટ્રાસાઉન્ડ

ગર્ભાશયમાં કોઇપણ પ્રકારની સંરચનાત્મક સમસ્યાઓને ઓળખ અલ્ટ્રાસાઉન્ડ સિસ્ટમથી જાણી શકાય છે, જેમ કે ફાઇબ્રોઇડ પોલિપ અને અંડાશય જેવા વિવિધ પ્રકારની ગ્રંથિઓ અને એન્ડોમેટ્રીયમ જેમ કે તેની જાડાઇ, ગુણવત્તા અને ઓવ્યૂલેશનની સાથેનો સંબંધ વગેરે. એન્ડોમેટ્રીયોસિસ, ટ્યૂબલની વ્યાધિ વગેરે આ તમામ વિગતોની જાણકારી અમને મળી શકે છે. આ એક સરળ, શસ્રક્રિયા વગરનું ઇન-હાઉસ ઉપકરણ છે. જે અમને પેથોલોજી અને સોનો એન્ડોક્રિનોલોજીની સારવારમાં સચોટ તરીકે માહિતી આપે છે.

ફેલોપીયન ટ્યૂબ (બીજવહનનળી)ની તપાસ

નળી ખૂલી છે કે નહીં તેની તપાસ કરવા માટે વિવિધ પ્રકારના પરીક્ષણ કરવામાં આવે છે. એસએસજી (SSG) નામની પ્રક્રિયા દ્વારા અલ્ટ્રાસોનોગ્રાફીની મદદથી અથવા એચએસજી (HSG) નામની પ્રક્રિયા દ્વારા એક્સ-રેની મદદથી તેની તપાસ કરવામાં આવે છે. બન્ને પરીક્ષણોમાં અલગ-અલગ દ્રાવણો ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે છે. જે ટ્યૂબ દ્વારા થઇને પેઢુમાં પહોંચ્યા કે કેમ તેની તપાસ કરવામાં આવે છે. જો, કોઇ તકલીફ હોવાનો નિર્દેશ કરે તો લેપ્રોસ્કોપી કરવાની સલાહ આપવામાં આવે છે.

ટ્યૂબ ખુલ્લી હોવી એનો મતલબ એ નખી થતો કે ટ્યૂબ નોર્મલ છે. કારણકે આ રીતે કરેલી તપાસથી ટ્યૂબની પેટન્સી (ખુલ્લી કે બંધ છે) જાણી શકાય છે પરંતુ તેની કાર્યક્ષમતા નથી જાણી શકાતી.

ઓવ્યૂલેશન ( સ્ત્રીબીજ બનવું, વધવું ને અંતે ફુટવું સમગ્ર પ્રક્રિયા મોનિટરિંગ )

અંદાજે દર બેથી ચાર દિવસે સળંગ TVS (ટ્રાન્સવજાઇનલ સોનોગ્રાફી) દ્વારા બીજ કેવા અને કેટલા બને છે, પરિપકવ થાય છે કે કેમ, બીજ છુટા પડે છે કે તેમ તે જાણી શકાય છે, બીજના મોનિટરિંગ સાથે વધુ અને, ગર્ભાશયની દિવાલ (એન્ડ્રોમેટ્રીયમ)નું પણ મોનિટરિંગ કરવામાં આવે છે. આ મોનિટરિંગ સાથે વધુ અને સારી ગુણવત્તાવાળી સ્ત્રીબીજ બને તેથી દવાઓ પણ આપવામાં આવે છે. અને બીજ ફુટવાના સમયગાળાની આસપાસના દિવસોમાં દરરોજ અથવા આંતરે દિવસે સમાગમની સલાહ આપવામાં આવે છે. આ પ્રકારની સારવારને ઓવ્યૂલેશન ઇન્ડક્શન અને પ્લાન્ડ રિલેશન કહેવાય છે.

એડવાન્સ્ડ તપાસ

એવા દર્દીઓમાં એડવાન્સડ તપાસ ની જરૂરિયાત હોય છે જે સરળ અથવા એડવાન્સડ સારવાર સાથે ગર્ભ ધારણ કરવામાં નિષ્ફળ નીવડ્યા હોય. જ્યારે મૂળભૂત તપાસ અસામાન્ય લાગતા હોય, ત્યારે એડવાન્સડ તપાસ ની જરૂરિયાત ઊભી થાય છે.

શુક્રાણુમાં ડીએનએ ફેગમેન્ટેશન

શુક્રાણુઓના ડીએનએની અખંડતા સફળ ગર્ભધાન માટે મહત્વપૂર્ણ છે. શ્રેષ્ઠ શુક્રાણુના ડીએનએનું વિખંડન પુરૂષ વ્યંધત્વ તરફ દોરી જાય છે, આઇવીએફની નિષ્ફળતા અને કસુવાવડ થઇ શકે છે. આ પરીક્ષણના તારણો નિયમિત વીર્ય વિશ્લેષણથી અલગ છે. વધુ ડીએનએ ફેગમેન્ટેશન મતલબ, શુક્રાણુમાં ડી.એન.એ.ની અખંડતા (ઇન્ટીગ્રીટી) ઓછી છે. અન્ય આનુંવાંશિક પરિક્ષણોની સરખામણીમાં, શુક્રાણુમાં ડીએનએ ફેગમેન્ટેન અમુક સંજોગોમાં બદલાઇ શકે છે અને તેથી તે ઘટવાની પણ શક્યતા છે.

આ પરિક્ષણ, લાંબા સમયના અકારણ વ્યંધત્વ, આઇ.યુ. આઇની નિષ્ફળતા, આઇવીએફના નિષ્ફળ પ્રયત્નો હોય ત્યારે કરવા માં આવે છે.

ડીએનએ ફેગમેન્ટેશન વધુ હોવાના કારણો વૃષણમાં ઊંચું તાપમાન, ધૂમ્રપાન, નશીલા પદાર્થોનું સેવન, વ્યવસાયીક અને પર્યાવરણ, ખાણીપાણી અને વધતી વયબદ્ધતા અને વૃષણની નસો વગેરે કારણો બની શકે છે.

સારવાર અંતર્ગત સમસ્યાઓમાં સુધાર, એન્ટિઓક્સિડન્ટ પૂરવણી સામેલ છે. મોટે ભાગે, ઉપચાર બિનઅસરકારક હોય છે, પરંપરાગત આઇવીએફને બદલે આઇવીએફ – આઇસીએસઆઇની પસંદગી કરવામાં આવે છે. આઇવીએફ – આઇસીએસઆઇ દરમિયાન ઉત્તમ શુક્રાણુની પસંદગી ટેકનિક (વધુ જાણકારી માટે) આ પરિસ્થિતિમાં ઘણી ઉપયોગી બની રહે છે.

ગર્ભાશયની દૂરબીન થી તપાસ

હિસ્ટ્રોસ્કોપી દ્વારા ગર્ભાશયની અંદર તપાસ કરીને કોઇ તકલીફનો નિર્દેશ મેળવી શકાય છે. હિસ્ટેરોસ્કોપ એક પાતળી નળી હોય છે જેમાં એક બ્લબ અને કેમેરો લાગેલો હોય છે જે ગર્ભાશયની અંદરથી સ્પષ્ટ, સંક્ષિપ્ત ચિત્ર મોકલી આપે છે. હિસ્ટેરોસ્કોપી દ્વારા વિશેષજ્ઞ ડોક્ટરને શસ્ત્રક્રિયા કરી શકે છે (વધુ જાણકારી માટે)

અનુવાંશિક પરિક્ષણો

વ્યંધત્વ, કસુવાવડ કે ગર્ભપાત અન આઇવીએફની નિષ્ફળતામાં આનુવાંશિકતા મહત્વનો ભાગ ભજવે છે. સ્ત્રી કે પુરૂષપાત્રના રંગસૂત્રોની અલગ પુનઃગોઠવણ તકલીફરૂપ બની શકે છે. દંપતીની આનુવાંશિકતાને એક સામાન્ય સંગસૂત્રની તપાસ, કેરીયોટાઇપ (kayotype) દ્વારા તૈયાર થયેલ ગર્ભની કે ગર્ભપાતથી થયેલ બાળકની અદ્યતન તપાસ જેવી કે એ.સી.જી.એચ.(aCGH) કે એન.જી.એસ.(NGS) કરી શકાય.

વિશિષ્ટ આનુવાંશિક તપાસથી બીજ બનાવવાની ખરાબ ક્ષમતા, સ્ત્રીબીજધાની અક્ષમતા, આઇવીએફથી ગર્ભ બનવાની અક્ષમતા અથવા ઓછી ક્ષમતા, પુરૂષ વ્યંધત્વ વિગેરે કારણો અંગે જાણી શકાય છે.

ઇઆરએ પરીક્ષણ

આ આઇવીએફની નિષ્ફળતાના મૂલ્યાંકન માટે એક પરીક્ષણ છે. આ ગર્ભ સ્થળાંતરના સમયે એન્ડોમેટ્રીયમના જનીનના પ્રભાવની વિગતોનું અધ્યયન કરે છે. તે ગર્ભ સ્થળાંતર માટે યોગ્ય સમય નક્કી કરે છે. (વધુ વાંચવા ક્લિક કરો)

પ્રિઇમ્પ્લાંન્ટેશન જેનેટિક ટેસ્ટિંગ (પીજીટી) અને ગર્ભની બાયોપ્સી

ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન – આઇવીએફ દ્વારા ઉત્પાદિત તમામ ગર્ભના પરિક્ષણ કરવામાં આવે છે કે તેના રંગસૂત્ર ની સાચી સંખ્યા (પીજીટી-એ / પીજીએસ) છે. અથવા તો વિશિષ્ટ જનીનની ઉપસ્થિતિની તપાસ કરવા માટે જે બિમારીનું કારણ બની શકે તેવા ખાસ જનીનની હાજરી તપાસવા. (પીજીટી-એમ / પીજીડી). આ કરવા માટે, ગર્ભને બ્લાસ્ટોસિસ્ટ નામના એક સ્તર સુધી વધારવામાં આવે છે. જેને પાંચથી છ દિવસ લાગે છે. ગર્ભની બોયોપ્સિના રૂપમાં ઓળખાતી સૂક્ષ્મ પ્રક્રિયા દરમિયાન ગર્ભના વિકાસના 3/4/5 દિવસ ગર્ભથી કેટલીક કોશિકાઓને દૂર કરવામાં આવે છે. ત્યારબાદ તેનું વિશ્લેષણ કરવામાં આવે છે. રંગસૂત્રની નોર્મલ સંખ્યાવાળા / રોગમુક્ત ગર્ભ ડોક્ટર દ્વારા ગર્ભાશયમાં મૂકવામાં આવે છે. જેથી કસુવાવડ થવાની શક્યતા ઘટે છે અને ગર્ભધારણમાં સફળતા મળે છે.

પુરૂષ સાથી માટે અન્ય પરીક્ષણો

  • વૃષણકોથળીમાં કોઇ તકલીફના નિદાન માટે તેની સોનોગ્રાફી દ્વારા તપાસ
  • શુક્રાણુઓની સંખ્યાની અછત અથવા શૂન્ય સંખ્યા ધરાવતા દર્દીઓ માટે Y રંગસૂત્ર માટે આનુવાંશિક પરીક્ષણ – એઝોસ્પર્મિયા
  • હાર્મોન્સની તકલીફ અને એઝોસ્પર્મિયા-ઝીરો કાઉન્ટના કિસ્સાઓમાં મસ્તિષ્કનું એમઆરઆઇ
  • એઝોસ્પર્મિયા-ઝીરો કાઉન્ટના કિસ્સામાં ટેસ્ટિકુલર બાયોપ્સિ (એઝોસ્પર્મિયા – પેજ પર જવા માટે ક્લિક કરો)

મહિલાસાથી માટે અન્ય પરીક્ષણો

  • પેઢુના વિસ્તાર અને ગર્ભાશયની વિસ્તૃત મૂલ્યાંકન માટે લેપ્રોસ્કોપી (વિશેષ માહિતી માટે ક્લિક કરો)
  • હાર્મોન્સની કમજોરી-શિથિલતાના મસ્તિષ્કનું એમઆરઆઇ
  • સંક્રમણ પરીક્ષણ
  • વિટામીનનું સ્તર
  • ગર્ભાવસ્થા અને પ્રસવ માટે શારીરિક ચુસ્તતા

બાવીશીના લાભો

અમે સચોટ નિદાન માટે પ્રત્યેક નાનામાં નાની બાબતોને ધ્યામાં રાખવા માટે સદા પ્રતિબદ્ધ છીએ. અમારી વ્યક્તિગત મૂલ્યાંકન નીતિ પૂર્ણ રીતે તમારી ગોપનિયતા, મર્યાદા, સુવિધા, પસંદ-નાપસંદ અને વ્યક્તિગત પ્રાથમિકતા પ્રત્યે પૂર્ણ રીતે સંકલ્પબદ્ધ છે.

ઓછામાં ઓછી, જરૂર પુરતી જ તપાસ., એક જ વખતની મુલાકાતમાં વધુમાં વધુ તપાસ, બને ત્યાંસુધી શસ્ત્રીક્રિયા ન કરવી નો અમારો અભિગમ છે, જે ઓછામાં ઓછી અગવડતા સાથે સંપૂર્ણ સફળતા મળવામાં અને ખર્ચેલ પૌસાનું વળતર મેળવવામાં મદદરૂપ બને છે.

Our Locations