ઉચ્ચ ધોરણો મુજબની સુવિધાઓ

બી.એફ.આઈના તમામ કેન્દ્રો સૌન્દર્યલક્ષી અને વૈજ્ઞાનિક ઢબે તૈયાર કરવામાં આવ્યા છે. એકાંત અને સુવિધા સાથે કાર્યાત્મક નિપુણતા અને સરળતા તે અમારી ડીઝાઇન્સનો મુખ્ય માર્ગદર્શક સિદ્ધાંત છે.

તકનિકી રીતે દરેક કેન્દ્ર આત્મનિર્ભર છે, તથા તકનિકી રીતે ખૂબ જટિલ અને પ્રગતિશીલ (એડવાન્સ) કેસોને એકલા સંભાળી શકવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે.

3ડી/૪ડી સોનોગ્રાફી, એન્ડોસ્કોપીથી લઈને આઈ.વી.એફ લેબ સુધીની તમામ નવીનતમ (કટિંગ એજ) ટેકનોલોજી ઉપલબ્ધ છે.

અમારી તમામ આઈવીએફ લેબ્સ “ક્લાસ 1000” છે, જેના કારણે લેબોરેટરીમાં હવાની ગુણવત્તા આંતરરાષ્ટ્રીય ધોરણો કરતા દસ ગણી વધુ સારી છે.

ફર્ટિલાઇઝેશન પ્રક્રિયા માટેના સાધનો, ગર્ભ કલચર માટેની અત્યંત આધુનિક સંચયની ટેક્નોલોજી વગેરે દરેક વસ્તુ તે બધા કેન્દ્રો પર એક જ છત નીચે ઉપલબ્ધ છે જેથી તે સમાનગુણવત્તાની સંભાળ અને સારવારની સફળતા પ્રદાન કરી શકે – ‘ઓલ અન્ડર વન રૂફ’.

અમારા દરેક કેન્દ્રો પર અલગ એન્ડ્રોલોજી લેબ, ક્રાયોલોજી લેબ તથા આઈ.વી.એફ લેબ ઉપલબ્ધ છે, જે આઈ.વી.એફ લેબ સંકુલને સમર્પિત છે. આઈ.વી.એફ પ્રોસિજર રૂમ અને એન્ડોસ્કોપી ઓપરેશન થિયેટર અલગ અલગ છે. પરામર્શ ખંડ (કન્સલ્ટીંગ રૂમ), બહુવિધ સલાહ ખંડ (કાઉન્સેલિંગ રૂમ), આરામદાયક પ્રતીક્ષા અને ઈલાજ ક્ષેત્ર આ બધું જ આપના આરામ માટે, તથા એકાંત અને પરિપૂર્ણ સારવાર જેવા પરિણામ. સલાહકારોની ટીમ, કાઉન્સિલરો, ગર્ભવિજ્ઞાનીઓ ડોક્ટર્સ, નર્સો ઉપરાંતના મેડિકલ સ્ટાફ પણ સારી રીતે પ્રશિક્ષિત અને અનુભવી છે. તેઓ કુશળતા અને એસ.ઓ.પી સુધારા માટે નિયમિત તાલીમ લે છે.

Our Locations